• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમની રોક

નવી દિલ્હી, તા. 17 : સુપ્રીમ કોર્ટે દેશભરમાં 1 ઓક્ટોબર સુધી બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી છે. કોર્ટે તાકીદ કરી કે આગામી સુનાવણી સુધી દેશમાં ક્યાંય પણ બુલડોઝર કાર્યવાહી થવી જોઈએ નહીં. (જાહેર દબાણો પર કાર્યવાહી ચાલુ રહેશે) કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, અમારા હાથ બાંધવામાં ન આવે, તો કોર્ટે જવાબ આપ્યો હતો કે, 1પ દિવસમાં આકાશ ફાટી નહીં જાય. સુપ્રીમે બુલડોઝર એક્શન પર લગાવેલી રોકમાં જાહેર રસ્તાઓ, રેલવે લાઇન જેવી જગ્યાઓએ કરવામાં  આવેલા દબાણો સામેલ નથી. આગામી સુનાવણી 1 ઓક્ટોબરે નિર્ધારિત કરાઈ છે. સુપ્રીમ કોર્ટના  બુલડોઝર એક્શન પર રોકના આદેશ પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યંy કે, સાર્વજનિક સંસ્થાઓના હાથ આ રીતે  બાંધી ન શકાય. જેના પર જસ્ટિસ બી. આર. ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે ટકોર કરી કે, જો બે સપ્તાહ સુધી કાર્યવાહી રોકી દેવામાં આવે તો તેનાથી આકાશ ફાટી નહીં જાય. તમે તેને રોકી દો, 1પ દિવસમાં શું થશે ? સુપ્રીમ કોર્ટે આદેશમાં રાજ્યોને નિર્દેશ આપ્યો કે, બુલડોઝર ન્યાયના ગુણગાન બંધ થવા જોઈએ. કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ દબાણો હટાવવામાં આવે. ઉલ્લેખનીય છે, કેયુપી સહિત અનેક રાજ્યમાં બુલડોઝરથી ડિમોલિશનની કામગીરી સામે જમીયત ઉલેમાએ હિન્દની અરજી પર સુનાવણી દરમ્યાન કોર્ટે ઉપરોક્ત નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમ્યાન સરકાર તરફથી બચાવ કરવામાં આવ્યો કે, કોઈ સમુદાય વિશેષને નિશાન કરાતો હોવાનો આરોપ ખોટો છે. ખોટો ખ્યાલ ફેલાવાઈ રહ્યો છે. કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને જ દબાણો હટાવવામાં આવે છે. જેના પર જસ્ટિસ ગવઈએ કહ્યંy કે, આવા ખ્યાલથી અમે પ્રભાવિત થઈ રહ્યા નથી. અમે એ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે, ગેરકાયદે બાંધકામને સંરક્ષણ આપવાના પક્ષમાં નથી. જરૂર છે કે, ડિમોલિશનની પ્રક્રિયા વ્યવસ્થિત થાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang