• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અંજારના પૂર્વ નગરપતિ ભરતભાઈ શાહનો દેહ પંચ મહાભૂતમાં વિલીન

અંજાર, તા. 13 : અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, અંજાર વિકાસ સત્તા મંડળના પૂર્વ ચેરમેન, અંજાર ચેમ્બર ઓફ કોમર્સના માનદમંત્રી તેમજ અંજાર વીસા ઓશવાળ જૈન ગુર્જર સમાજના મંત્રી એવા ભરતભાઇ પ્રાણલાલ શાહનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો છે. અંતિમયાત્રામાં રાજકીય-સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. કચ્છ મધ્યે યોજાતી વિવિધ ચૂંટણીઓમાં સદ્ગત ભરતભાઈએ ભારતીય જનતા પક્ષને સફળતા અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપેલું હતું. શિક્ષણના વ્યાપને ગતી આપવા અંજાર એજ્યુકેશન સોસાયટી સંસ્થા સાથે શિલ્પાંજલિ વિદ્યાલય તેમજ ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં માતબર રકમનું યોગદાન આપેલું હતું. તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જૈન સમાજના વેપારી ભાઈઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. અંતિમયાત્રામાં કચ્છ, મુંબઈથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. માર્ગો પર વેપારીઓએ પુષ્પવર્ષા કરીને સ્વ. ભરતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અંજાર જૈન સ્મશાનગૃહ મધ્યે પુત્ર દર્શનના હસ્તે સદ્ગતને અગ્નિદાહ આપવામાં આવેલો હતો. અંતિમયાત્રામાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, અમૂલ ફેડરેશનના વા. ચેરમેન વલમજીભાઇ હુંબલ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય મુકેશભાઇ ઝવેરી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા, ડો. ભાવેશ આચાર્ય, રામજીભાઇ ધેડા, વી.કે. હુંબલ, ઉદ્યોગપતિ બાબુભાઇ ભીમાભાઇ હુંબલ, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શીતલભાઇ શાહ, મંત્રી વસંતભાઇ કોડરાણી, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, દિલીપભાઈ દેશમુખ, અરજણભાઇ રબારી, શહેર ભાજપના પ્રમુખ ડેનીભાઇ શાહ, અંજાર સુધરાઇના પ્રમુખ વૈભવભાઇ કોડરાણી, નાનજીભાઇ ખીમજીભાઇ થાણાવાલા, જિજ્ઞેશભાઇ દોશી, કિશોરભાઇ ખટાઉ, રણછોડભાઇ વી. આહીર, કાનજીભાઇ શેઠ, નિલેશભાઇ ગોસ્વામી, મયૂરભાઇ સિંધવ, દિગંત ધોળકિયા, અશોકભાઇ પલણ, યોગેશભાઇ જોષી સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ જોડાઇને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  સ્વ. ભરતભાઇ શાહના પરિવારના ભાઇ જગદીશભાઇ, પુત્ર દર્શનભાઇ, ભત્રીજા અંકિતભાઇ, પુનિતભાઇ સહિતનાઓને ઉપસ્થિતોએ સાંત્વના પાઠવેલી હતી. સદ્ગતની પ્રાર્થનાસભા તા. 15/1/2025ના બુધવારના સાંજે 4થી 5:30, રાધે રિસોર્ટ, અંજાર-આદિપુર રોડ, અંજાર ખાતે રાખેલ છે. કચ્છ લોહાણા સમાજના પ્રમુખ સુરેશ ઠક્કર, રોયલ ફાઉન્ડેશનના અનવર નોડે, હરિસિંહ જાડેજા, તેજસ ક્ષત્રિય, હમીદ નોડે, મુસ્લિમ સમાજના ધર્મગુરુ પીર સૈયદ કૌશરઅલી શાહ, હાજી મખદુમઅલી બાપુ સહિતે ભરત શાહને શ્રદ્ધાસુમન પાઠવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd