સુરત, તા. 12 (પ્રતિનિધિ)
: સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી-ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાનો મામલો
સામે આવ્યો છે જેને લીધે મહાકુંભ માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં ભય ફેલાયો હતો. મુસાફરોએ જણાવ્યું છે કે, પથ્થરમારો જલગાંવ રેલવે
સ્ટેશન નજીક થયો હતો. એક મુસાફરે એક્સ એકાઉન્ટ પર એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં આખી
ઘટના વર્ણવવામાં આવી છે. તાપ્તી-ગંગા એક્સપ્રેસના બી6 કોચ પર પથરાવ થયો હોવાનું પ્રકાશમાં
આવ્યું છે. મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો છે. પથ્થરમારાથી અમુક ડબ્બાની બારીઓ તૂટી
ગઈ હતી. રેલવે પોલીસની ટુકડી સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેનને રવાના કરી દેવાઈ હતી. ટ્રેન પ્રયાગરાજમાં
આયોજિત કુંભમેળામાં જઈ રહી હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા છે.
પથરાવની ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.