• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

જોકોવિચ જીત પછીયે નવાસવા નીશેશથી પ્રભાવિત

મેલબોર્ન, તા. 13 : ઓસ્ટ્રેલિયન ઓપનમાં સોમવારે રમતરસિકોમાં ભારે રોમાંચ જગાવે તેવો મુકાબલો જોવા મળ્યો હતો. સર્બિયાના દિગ્ગજ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે જીત ભલે મેળવી હતી, પરંતુ હારવા પહેલાં ભારતીય મૂળના માત્ર 19 વર્ષીય અમેરિકી ખેલાડી નીશેશ બસવરેડ્ડીએ રમતના પ્રથમ રાઉન્ડમાં એવી જબરી લડત આપી હતી કે તેની કુશળતા જોઇને જોકોવિચ પણ પ્રભાવિત થઇ ગયો હતો. કારકિર્દીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં જ પોતાના કાંડાના કૌવતની ઝલક બતાવી દેનાર નીશેશ સામે 6-4, 3-6, 4-6, 2-6થી જોકોવિચે જીત મેળવી હતી. પહેલા સેટમાં હાર બાદ જોકોવિચે ખભા તો બીજા રાઉન્ડમાં ઊંચક્યા હતા, પરંતુ એક તબક્કે બસવરેડ્ડીએ મજબૂત લડત આપતાં 3-3ની બરોબારી પર આવી ગયો હતો. ભારતીય અમેરિકી યુવા ખેલાડીએ પહેલા રાઉન્ડમાં જોકોવિચને જબરો આંચકો આપતું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ત્રણેક કલાક ચાલેલા નીશેશની હજુ નાનકડી કારકિર્દીના સૌથી મોટા મુકાબલામાં હાર છતાં દિગ્ગજ જોકોવિચ નીશેશનો નવો પ્રશંસક બની ગયો હતો. પોતાના વોટ્સએપ ડીપીમાં જોકોવિચની તસવીર રાખતા સર્બિયાના દિગ્ગજના ચાહક 19 વર્ષીય બસવરેડ્ડીને રમતરસિકોએ તાળીઓથી વધાવી લીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd