નવી દિલ્હી, તા.12 : પંડિત જવાહરલાલ નેહરુ આકસ્મિક રીતે વડાપ્રધાન
બન્યા હતા. જો તે સમયે આંબેડકર કે સરદાર પટેલને વડાપ્રધાન પદ સોંપાઈ શક્યું હોત તેવું
રોહતકમાં એક સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે નિવેદન આપ્યું હતું, જે પછી
કોંગ્રેસે પલટવાર કર્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, રોહતકમાં મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલયમાં
બંધારણ ગૌરવ સમારોહમાં ખટ્ટરે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, નેહર કરતાં
ડો. આંબેડકર કે સરદાર પટેલને વડાપ્રધાન બનાવવા જોઈતા હતા, પણ કોંગ્રેસ પહેલાં પોતાનો
હિત જુએ છે, ત્યાર બાદ દેશ હિતને ધ્યાને લે છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું
હતું કે, આઝાદી બાદ દેશ કેવો હોય તેની પરિકલ્પના કરનારા ડો. આંબેડકરનું કોંગ્રેસે કયારય
સન્માન કર્યું નહીં. ખટ્ટરના નિવેદન બાદ કોંગ્રેસે પલટવાર કર્યો હતો. હરિયાણાના પૂર્વ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે, જેઓ ખુદ આકસ્મિક રીતે વડાપ્રધાન
બન્યા હોય તેઓ જ આવી વાત કરી શકે.