ગાંધીધામ, તા. 13 : અહીંના ટાગોર રોડ નજીક બીએસએલ એક્સચેન્જ
બિલ્ડિંગની અંદર જિઓ કંપનીના ટાવરની શેલ્ટર કેબિનમાંથી છ મહિના પહેલાં ચોરીનો બનાવ
બન્યો હતો. આ પ્રકરણમાં છેલ્લા છ માસથી અપનાનગરનો હરેશ અમૃતલાલ પંડયા નામનો શખ્સ નાસતો-
ફરતો હતો. આ શખ્સની પૂર્વ બાતમીના આધારે પોલીસે ધરપકડ કરી હતી.