• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

આદિપુરમાં યોજાયેલી ક્રિકેટ ટૂર્ના.માં ભાઈ ભાઇ ઇલેવનનો વિજય

ગાંધીધામ, તા. 13 : અહીંના આદિપુર સોની મહાજન સંગઠન દ્વારા એસઆરસી ગ્રાઉન્ડ પર બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં ભાઈ ભાઇ ઇલેવનનો વિજય થયો હતો. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં વિજેતા ટીમના કેપ્ટન નરેશભાઈ આર. સોની અને ટીમને શિલ્ડ અને સુવર્ણ ચંદ્રક આપી સન્માનિત કરાઇ હતી તેમજ ઉપવિજેતા પૃથ્વી ઇલેવન ટીમના કેપ્ટન યોગેશકુમાર સોની અને ટીમને રનરઅપ શિલ્ડ અને ચંદ્રક આપી સન્માનિત કરાયા હતા. સ્પર્ધામાં મેન ઓફ ધ મેચ યોગેશકુમાર સોની, મેન ઓફ ધ સિરીઝ રૂદ્ર દિનેશભાઈ સોની અને બેસ્ટ બેટ્સમેન ધર્મેન્દ્રભાઈ સોની થયા હતા. આ વેળાએ સોની સમાજના અગ્રણી પ્રવીણભાઈ સોની, લય અંતાણી, પીજીવીસીએલ ઇજનેર રાજેશ રંગવાણી, ગોપિકા રોચિરામાની, રાહુલ ચંચલાણી, ચેતન મહેતા, ડો. સુનિતા દેવનાની, દીપેનભાઈ જોડ, શ્વેતાબેન અભિષેક, સુધાબેન સક્સેના અને લલીતાબેન ચોરાસીયાનું સ્વાગત કરી   તેમના હસ્તે ખેલાડીઓને સન્માનિત કરાયા હતા. મેચમાં સોની સમાજના ખેલાડી નરેશભાઈ સોની, પૃથ્વી સોની, રવિભાઈ સોની, રોમિત સોની, શ્રેયાન્સ સોની, યાજ્ઞિક સોની, વિવેક સોની, નિલેશભાઈ સોની વગેરેનો સહયોગ સાંપડ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પારૂલ વાય. સોનીએ જ્યારે વ્યવસ્થા એકલવ્ય પ્રતાપભાઈ સોની, યોગેશ શશીકાંત ભીંડી અને સોની સમાજ મહિલા મંડળના સભ્યો તથા પ્રમુખ યોગેશકુમાર સોની, કારોબારી સભ્યોએ સહયોગ આપ્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd