• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

`આપ સરકારની ઇમાનદારી પર શંકા છે'

નવી દિલ્હી, તા. 13 : દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલાં આમ આદમી પાર્ટી સરકારને ઝટકા સમાન ટિપ્પણી કરતાં વડી અદાલતે `આપ' સરકારની ઇમાનદારી પર શંકા વ્યક્ત કરી હતી. કેગનો અહેવાલ જારી થયા પછી પણ વિધાનસભામાં રજૂ કરાયો નથી. આ મુદ્દે વિચાર કરવામાં વિલમ્બ કેમ થાય છે તેવો સવાલ હાઇકોર્ટે આતિશી સરકારને કર્યો હતો. દિલ્હી હાઇકોર્ટે આપ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, જે પ્રકારે દિલ્હી સરકારે પોતાનાં પગલાં પાછા ખેંચ્યાં છે તે જોતાં ઇમાનદારી પર સંદેહ થાય છે. આપે `કેગ' અહેવાલ જારી થયા બાદ તરત જ સ્પીકરને મોકલવાની જરૂર હતી અને પછી  ગૃહમાં ચર્ચા શરૂ કરવી જોઇતી હતી, તેવું કોર્ટે કહ્યું હતું. દિલ્હી સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરાઇ હતી કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે સત્ર બોલાવીને અહેવાલ કેમ રજૂ કરી શકાય. હવે આ મામલે દિલ્હીની વડી અદાલતે `આપ' સરકાર, સ્પીકર તેમજ અન્ય સંબંધિત જવાબદારો પાસેથી જવાબ માગ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd