• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

વડાપ્રધાન મોદી કાલે મહારાષ્ટ્રમાં

આનંદ કે વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વડાપ્રધાન મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળનાં ત્રણ યુદ્ધ જહાજ આઇએનએસ સુરત, આઇએનએસ નીલગીરી અને આઇએનએસ વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન મંદિરનું વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. ત્રણ મુખ્ય નૌકાદળના યુદ્ધ જહાજોનું કમિશનિંગ સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઇ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના ભારતના વિઝનને સાકાર કરવામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પી15બી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રકલ્પનું ચોથું અને અંતિમ જહાજ આઇએનએસ સુરત વિશ્વના સૌથી મોટા અને અત્યાધુનિક વિનાશકોમાં સ્થાન ધરાવે છે. તેમાં 75 ટકા સ્વદેશી સામગ્રી છે અને તે અત્યાધુનિક શત્ર સેન્સર પેકેજો અને અદ્યતન નેટવર્ક તેમ જ કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે. પી17એ સ્ટીલ્થ ફ્રિગેટ પ્રકલ્પનું પ્રથમ જહાજ આઇએનએસ નીલગીરી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યૂરો દ્વારા ડિઝાઇન કરાયું છે અને તેમાં સ્વદેશી ફ્રિગેટ્સની આગામી પેઢીને પ્રતિબિંબિત કરતી ટકી રહેવાની ક્ષમતા, દરિયાઇ જાળવણી અને ગુપ્તતા માટે અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરાયો છે.  પી 75 સ્કોર્પિયન પ્રકલ્પની છઠ્ઠી અને અંતિમ સબમરીન આઇએનએસ વાઘશીર સબમરીન બાંધકામમાં ભારતની વધતી જતી કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું નિર્માણ ફ્રાન્સના નેવલ ગ્રુપના સહયોગથી કરાયું છે. ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ વડાપ્રધાન નવી મુંબઈના ખારઘરમાં ઇસ્કોન પ્રકલ્પ તેમજ શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કરશે. નવ એકરમાં ફેલાયેલા પ્રકલ્પમાં અનેક દેવતાઓનાં મંદિરો સાથે વૈદિક શિક્ષણ કેન્દ્ર, પ્રસ્તાવિત સંગ્રહાલયો, સભાગૃહ, ઉપચાર-આહાર કેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે. આ મંદિરનો હેતુ સાર્વત્રિક ભાઇચારાને પ્રોત્સાહન આપવાનો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd