ગાંધીધામ, તા. 13 : અંજાર
તાલુકાના પશુડા ગામની સીમમાં આવેલા વાયર ખેંચવાના પુલર મશીનની બે બેટરીની ચોરી કરી
તથા રૂા. 81,000ની નુકસાની કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન
કોર્પોરેશન લિમિટેડની 400 કે.વી. વરસાણા, હળવદ લાઈન પસાર થાય છે, જેનું કામ બજેલ પ્રોજેક્ટ
લિમિટેડ કંપનીને મળ્યું છે. આ કંપનીએ પશુડાની સીમમાં તાર ખેંચવાનું પુલર મશીન રાખ્યું
હતું. આ મશીનમાંથી બે બેટરી ચોરી જવાઈ હતી તથા તેમાં પૈડી, ડાયનામા, વાયરમાં તોડફોડ
કરી રૂા. 81,000નું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કંપનીએ તપાસ કરતાં અહીં અગાઉ
કામ કરનાર સિક્યુરિટી ગાર્ડ અજિતકુમાર સરયુગ શાહે આ બનાવને અંજામ આપ્યો હોવાનું બહાર
આવતા શંકરસિંહ રામજી પ્રસાદસિંહે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેની આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.