ગાંધીધામ, તા. 13 : ચેક પરતના કેસમાં ગાંધીધામ અદાલતે એક આરોપીને
તકસીરવાન ઠરાવીને એક વર્ષની સજા ફટકારી હતી. આ કેસની વિગતો એવી હતી કે, આરોપી રાજેશ શામજીભાઈ ભાટીએ વેપારીમાંથી
છુટ્ટા થયા બાદ રોકાયેલી રકમમાંથી બાકી નીકળતી
રકમ પૈકીનો રૂા. 20 હજારનો ચેક ફરિયાદી પરેશગિરિ
ધરમગિરિ ગોસ્વામીને આપ્યો હતો, જે બેંકમાંથી પરત થયો હતો. ગાંધીધામ ચીફ.જયુ.મેજિ. પી.કે.વ્
યાસ સમક્ષ આ કેસ ચાલી ગયો હતો. બંને પક્ષે રજૂ થયેલા પુરાવાને ધ્યાને
રાખીને અદાલતે આરોપી રાજેશને તકસીરવાન ઠરાવી
એક વર્ષની સાદી કેદ સજા તથા ચેકની દોઢ ગણી રકમ વળતર તરીકે ચૂકવવા આદેશ આપ્યો હતો, જો વળતરની રકમ બે
માસમાં ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરવા ઠરાવ્યું હતું. ફરિયાદી પક્ષે ધારાશાત્રી કિશોર કોચરા રહ્યા હતા.