મુંદરા, તા. 13 : અહીંના જૈન સ્પોર્ટસ ક્લબ દ્વારા મુંદરા સમસ્ત
જૈન સમાજના યુવાનો તથા બાળકો માટે જે.પી.એલ-2.0 બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી,
જેની ફાઈનલ મેચ કે.બી.એમ. વોરિયર્સ-કરણ મહેતાની સામે મહેતા મારવેલ- આગમ મહેતા વચ્ચે
યોજાઈ હતી. જેમાં કે.બી.એમ. વોરિયર્સનો વિજય થયો હતો. મુખ્ય પ્રાયોજક તરીકે અદાણી ગ્રુપે યોગદાન આપ્યું હતું તથા કો-સ્પોન્સર
તરીકે ચુનરી ક્લોથિંગ સ્ટોરના મેઘ દિનેશભાઈ મોરખિયા તથા અરિહંત ગ્રુપ રહ્યા હતા. છ
ટીમ ફ્રેન્ચાઇઝી તરીકે જોડાઈ હતી, જેમાં ચુનરી ચેમ્પિયન-મેઘ મોરખિયા, કે.બી.એમ. વોરિયર્સ-કરણ
મહેતા, વોરા વેનગાર્ડ-મીત વોરા, મહેતા મારવેલ-ડો. આગમ મહેતા, સીએ ચેમ્પિયન- સી.એ. સાગર
મહેતા તથા મહેતા બ્રધર-મીત મહેતા જોડાઈ હતી. પોર્ટ રોડ પર આવેલા બોક્સ અરેના-ક્રિકેટ
ગ્રાઉન્ડ પર જૈન સમાજનો મેળાવડો જામ્યો હતો. મેન ઓફ ધ સિરીઝ કે.બી.એમ. વોરિયર્સના ઓલરાઉન્ડર
હર્ષ દેસાઈ બન્યા હતા. આ વખતે 10 વર્ષ તથા
નાની વયના બાળકોની પણ મેચ યોજાઈ હતી. અદાણી
ગ્રુપ એક્સિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહ, મુંદરા જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ
મહેતા, ભોગીભાઈ મહેતા, નવીનભાઈ મહેતા, પપ્પુભાઈ વોરા, અશ્વિન મહેતા, જિતેન્દ્ર દોશી
તથા પત્રકાર વિનોદ મહેતા વિ. ઉપસ્થિત રહ્યા હતા. અમ્પાયર તરીકે ડો. હર્ષ મોદી, મૌલિક મહેતા, મીત વોરા તથા પૃથ્વી ભાટી તથા કોમેન્ટેટર
તરીકે અભય ગાંધી, ધવલ મહેતા, વિનોદ મહેતા, રાજન મહેતાની સાથે શિરાજ મલેકે તથા સ્કોરર
તરીકે તેજ મહેતા, જય ગાંધી તથા ધર્મન શેઠે સેવા આપી હતી. સંચાલન રૂષભ સંઘવીએ અને આભાર
કરણ મહેતાએ માન્યો હતો.