• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

ગાંધીધામ તાલુકા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ તાલુકા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ દ્વારા સારસ્વત પાર્ક ખાતે બોક્સ ક્રિકેટ યોજાઈ હતી.આયોજક ગાં.તા.ક.બ્રા.મં.ના પ્રમુખ નવીનચંદ્ર મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં આઠ ટીમે ભાગ લીધો હતો. આનંદભાઈ રાજગોરની આગેવાનીમાં અષ્ટવિનાયક ટીમ વિજયી રહી હતી. સંચાલન હાર્દિક પંડયા તથા હિતેક ભટ્ટે કર્યું હતું. પંચમુખી હનુમાનજી મંદિર પ્રકાશાનંદજી મહારાજ, અંતરજાળથી સીતારામ બાપુ, ક.જી.ક.બ્રા.મં.ના સ્થાપક દિનેશભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ અવિનાશભાઈ, ધનેશ્વરભાઈ જોશી, મહામંત્રી દીપકભાઈ રાવલ, દિપેશ ત્રિપાઠી તથા દરેક તાલુકાના કારોબારી સભ્યો, વડીલો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd