• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

વિકાસ સપ્તાહ ક્વિઝ સ્પર્ધામાં માંડવીનો યુવાન રાજ્યમાં પ્રથમ

માંડવી, તા. 13 : રાજ્ય સરકાર દ્વારા આયોજિત `વિકાસ સપ્તાહ ક્વિઝ' અને `વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન'ના વિજેતાઓને ગાંધીનગરમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને મનોજ દાસની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પુરસ્કૃત કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં તા. 7-10થી 15-10 સુધી `વિકાસ સપ્તાહ નું આયોજન કર્યું હતું. રાજ્યભરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં આ ઓનલાઇન કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું. માય ગર્વ. પ્લેટફોર્મના સહયોગથી આયોજીત આ સ્પર્ધાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજે 74 હજાર જેટલા પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો. કિવઝ સ્પર્ધામાં 12 જેટલી ભાષામાં ગુજરાતના વિકાસ, કલા અને સંસ્કૃતિ સહિતના વિષયોના પ્રશ્નો પુછાયા હતા. જ્યારે ફોટો કોમ્પિટિશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો, આંતરમાળખાકીય વિકાસ, મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ વિષયો પર સ્પર્ધાઓ યોજાઇ હતી. મુખ્યમંત્રીએ આ બંને સ્પર્ધામાં વિજેતા થયેલા યુવાઓને મુખ્યમંત્રી કાર્યાલયમાં આમંત્રિત કરીને તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત અને સંવાદ કરી પુરસ્કૃત પણ કર્યા હતા. યુવાઓના અભિપ્રાય જાણ્યા હતા. માહિતી નિયામક કે.એલ. બચાણીએ વિકાસ સપ્તાહની ઉજવણી અંગેની વિગતો  આપતા  કહ્યું હતું કે, ગુજરાતની વિકાસ યાત્રામાં પ્રત્યેક નાગરિક પૂરા ઉત્સાહથી જોડાય અને રાજ્યમાં વિકસિત ગુજરાતના નિર્માણ અંગે ઊર્જા અને ચેતનાનો સંચાર થાય તેવા ઉદેશ્ય સાથે રાજ્ય સરકારે `વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવા નિર્ધાર કર્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd