• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અંજારમાં ધાણીપાસા ફેંકતા નવ શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 13 : અંજારના એ. પી. એમ. સી. યાર્ડ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,840 જપ્ત કર્યા હતા. અંજારના એ.પી.એમ.સી. યાર્ડ પાસે ખુલ્લી જગ્યામાં ગઈકાલે સાંજે અમુક ખેલીઓ ગોળ કુંડાળુ વાળી ધાણીપાસા વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી કિશન છગન કોળી, અકબર અબ્દુલ શેખ, વેલા કરમશી કોળી, વિજય ભીખા કોળી, સુનીલ ધીરજ કોળી, કાંતિ રામજી કોળી, દિલીપ ચમન કોળી, નાનજી વિરમ માયાણી (કોળી) તથા રમેશ ભચુ કોળી નામના શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,840 તથા 8 મોબાઈલ, ત્રણ બાઈક એમ કુલ રૂા. 1,25,340નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd