• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

પાક ઘૂસણખોરનો ડ્રેસ-વાળમાં ધૂળ શંકાપ્રેરક

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 13 : પાકિસ્તાનના સિંધનાં નાનકડાં ગામ કારો ઘૂંઘરોથી કચ્છના હરામીનાળાથી ગુજરાતમાં ઘૂસી રહેલા બાબુ અલી નામના પાકિસ્તાનીની રો, આર્મી ઇન્ટેલિજન્સ, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો સહિતની પાંચ એજન્સી વારંવાર પૂછપરછ કરી રહી છે, કારણ કે માછીમારીનાં સાધનો સાથે પકડાયેલો આ પાકિસ્તાની એ રૂટથી ભારતમાં ઘૂસ્યો છે કે જેની આસપાસના વિસ્તારમાં ભૂતકાળમાં બિનવારસી ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.આર્મી ઇન્ટેલિજન્સના ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિ અખબાર જૂથ સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠા પરથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરી થાય છે, ઘણી વખત આ નાની-નાની માછીમારી બોટમાં લાવારીસ હાલતમાં નાખી દે છે. સિંધના કારો ઘૂંઘરો ગામથી આવેલો બાબુ અલીનો ડ્રેસ વધુ શંકાસ્પદ છે, કારણકે પાકિસ્તાની ઘૂસણખોર સામાન્ય રીતે સરહદ પાર કરીને આવતા હોય ત્યારે એ લોકો ખાખી કાળા અથવા વધુ ગળી નાખેલા કપડાં પહેરે છે, તેણે કાળું જેકેટ પહેર્યું છે અને પર્પલ રંગનું પઠાણી પહેર્યું છે, એ શંકાસ્પદ છે, કારણકે આવાં કપડાં લોકો ચાલતા સરહદ પાર કરે ત્યારે પહેરે છે. અમે એની હથેળી ચકાસી પણ એ ધંધાદારી માછીમાર જેવી કડક નથી, કારો ઘૂંઘરોથી હરામીનાળા માત્ર 69 કિલોમીટરની આસપાસ થાય છે ત્યારે એ માછીમારીનાં સાધન સાથે ચાલતો કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે. એ કોઈ ડ્રગ્સના તરફીકિયાર સાથે સંડોવાયેલો છે કે ભારત આવવાના રૂટની રેકી કરી રહ્યો છે એની તપાસ કરી રહ્યા છીએ, કારણ કે એનાં કપડાં-વાળમાં રહેલી ધૂળ શંકા ઉપજાવે છે, જો દરિયાઈ માર્ગે આવ્યો હોય તો વાળમાં આટલી ધૂળ ન હોય, માટે એ ભારત આવવાના રૂટની રેકી કરી રહ્યો છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd