• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

સંઘડમાં યુવાને ખીંટીમાં વાયર બાંધી ફાંસો ખાધો

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના સંઘડમાં રહેનાર અજય લધુ આહીર (ઉ.વ. 23) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. સંઘડની કેરેશ્વર સોસાયટીમાં રહેનાર યુવાને ગઇકાલે અંતિમ પગલું ભરી લીધું હતું. પોતાના ઘરે હાજર એવા આ યુવાને ગઇકાલે સવારે છ વાગ્યાની આસપાસ છેલ્લું પગલું ભર્યું હતું. આ યુવાન અજય આહીરે અગમ્ય કારણોસર ઘરમાં આવેલ ખીંટીમાં વાયર બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. યુવાનના મોતનાં પગલે ભારે ગમગીની પ્રસરી હતી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd