• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

બ્રિલિયન્ટ્સ ઓફ ભુજ બન્યો છાત્રોની પ્રતિભા પારખવાનો મંચ

ભુજ, તા. 13 : સંસ્કાર સ્કૂલ ભુજ દ્વારા કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સહયોગથી યોજાયેલ બ્રિલિયન્ટ્સ ઓફ ભુજ-3ની સ્પર્ધા છાત્રોની પ્રતિભાને પારખવાનો શ્રેઁષ્ઠ મંચ બન્યો છે. આઠ સ્પર્ધામાં 34 સંસ્થાના 93 વિદ્યાર્થીએ વિજેતા બની મેદાન માર્યું હતું. વિજેતાઓને પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશ ગોર, વિવિધ સ્પર્ધાના નિર્ણાયકો દ્વારા પુરસ્કૃત કરાયા હતા. વિજેતાઓને સંસ્કાર ટ્રસ્ટના દિગ્દર્શક મહેન્દ્ર મોરબિયા, ચિંતન મોરબિયા, કિરીટ?કારીઆ, કૃપાબેન કારીઆએ અભિનંદન પાઠવ્યા હતા. યાદશક્તિ સ્પર્ધા : ગ્રુપ-અ : નાબીલ હિંગોરા (મુસ્લિમ એજ્યુ.), દ્વિતીય-સાદ ધોબી (સંસ્કાર). ગ્રુપ-બ : પ્રથમ-યશ્વી ભટ્ટ (સંસ્કાર) અને ધ્રુવી હીરાણી (કચ્છી લેવા પટેલ, હરિપર), દ્વિતીય-દીક્ષા પલ (કે.વી.-2) અને આનંદ પિંડોરિયા (સંસ્કાર). ગ્રુપ-ક : પ્રથમ-હર્ષિ ચંદ્રેશ (કે.વી. સંગઠન) અને મહેન્દ્ર ગઢવી (બ્રિલિયન્ટ, ધાણેટી), દ્વિતીય-નિખિલ યાદવ (સુમતિ) અને રાહુલ શામળિયા (સાંદિપની, ધાણેટી). જૂથ ચર્ચા : ગ્રુપ-અ : પ્રથમ- હેમરાજ ઝાલા અને વિશ્વરાજ ઝાલા (સંસ્કાર), જિયા ભાનુશાલી અને ઉન્નતિ ચૌહાણ (સંસ્કાર), દ્વિતીય-દર્શ શાહ અને રીદા મોગલ (મોમ્સ) અને તોરલ પરમાર અને વિશ્વા પંડયા (માધાપર પં. કન્યાશાળા). ગ્રુપ-બ : પ્રથમ-ઇનશીઆ ફાતેમા ધામાણી અને અંજુમ મેમણ (મુસ્લિમ એજ્યુ.), જૈની ગાંધી અને રાજવીબા વાઘેલા (માતૃછાયા, ભુજ), દ્વિતીય- નિધિબા જાડેજા અને વૃષ્ટિ અંતાણી (સંસ્કાર) અને કેવલ પાટડિયા અને ઉદ્દીશ વોરા (વી.ડી. હાઇસ્કૂલ).   ચિત્ર આધારિત જોડણી સ્પર્ધા : ગ્રુપ-અ : પ્રથમ-નિહિત (સંસ્કાર) અને કશ્યપ હીરાણી (શ્રી પ્રાથમિક કન્યા), દ્વિતીય- અનમ અસલમ જીકાણી (વ્હાઇટ હાઉસ) અને તપસ્યા જંગમ (ભારાસર કન્યા), ગ્રુપ-બ : પ્રથમ-ઋષિકા રંજન (એરફોર્સ) અને નવ્યા મિસ્ત્રી (શ્રી પ્રાથમિક કન્યા), દ્વિતીય-મયંક યાદવ (સંસ્કાર) અને સૌમ્ય દબાસિયા (જી. એમ. ડી. સી., માનકૂવા) વિજેતા રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd