• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મમતાએ તબીબોની માંગ માની : કોલકાતા કમિશનરને હટાવ્યા

કોલકાતા, તા. 16 : કોલકાતા દુષ્કર્મકાંડના વિરોધમાં દેખાવે કરી રહેલા તબીબો આખરે સોમવારની સાંજે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક યોજાયા બાદ મોડી રાત્રે બેનર્જીએ તબીબોની માંગ માની ચિકિત્સા શિક્ષણ નિર્દેશક અને સ્વાસ્થ્ય સેવા નિર્દેશકને હટાવ્યા હતા. આવતીકાલ સાંજ સુધી કોલકાતા પોલીસ કમિશનરને પણ રહી છે. એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવા ત્રણ નાકામ પ્રયાસો બાદ 35 જૂનિયર તબીબનું એક પ્રતિનિધિ મંડળ આજે સાંજે મળ્યું ત્યારે મમતાએ તબીબોને બે કલાકની  બેઠકમાં ફરજ પર પરત ફરવાની અપીલ કરી હતી. પહેલાં સાંજે પાંચ વાગ્યે થવાની હતી, તે બેઠક સાડા છ વાગ્યા પછી શરૂ થઇ હતી અને લગભગ નવ વાગ્યા સુધી ચાલી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang