નવી દિલ્હી, તા.17: ચેમ્પિયન્સ
ટ્રોફી-202પનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને
યુએઇમાં થશે. 12 વર્ષના ઇંતઝાર બાદ ટીમ ઇન્ડિયાની નજર ખિતાબ કબજે કરવા પર છે.
છેલ્લે 2012માં ધોનીની આગેવાનીમાં ભારતે ચેમ્પિયન્સ
ટ્રોફી જીતી હતી. આ વખતે પણ ભારતને તેના સ્ટાર બેટર વિરાટ કોહલી પાસેથી સારા
દેખાવની આશા રહેશે. જેનો આઇસીસી ટૂર્નામેન્ટનો રેકોર્ડ સારો છે. ગત વન ડે વર્લ્ડ
કપમાં પણ તે સૌથી વધુ રન કરનારો બેટધર હતો. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન
વિરાટ કોહલીની નજર કેરેબિયન કિંગ ક્રિસ ગેલના રેકોર્ડને તોડવા પર હશે. ચેમ્પિયન્સ
ટ્રોફીમાં ક્રિસ ગેલે 17 મેચમાં કુલ 791 રન
કર્યા છે. આ સૂચિમાં ટોચ પર છે. જયારે વિરાટ કોહલી 13 મેચમાં પ29 રન કરી
ચૂકયો છે અને હાલ સૂચિમાં 11મા સ્થાને છે. કોહલી અને ગેલ વચ્ચે
262 રનનું
અંતર છે. ભારતને ગ્રુપ, સ્ટેજની 3 મેચ રમવાની છે. ફાઇનલમાં પહોંચશે
તો વધુ બે મુકાબલા રમવા મળશે. એવામાં વિરાટ કોહલી પાસે ક્રિસ ગેલથી આગળ થવાની તક
છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન
કરનાર બેટધરોને સૂચિમાં વિરાટ કોહલી ઉપર ભારતીય બેટધરોમાં રાહુલ દ્રવિડ (627), સૌરવ
ગાંગુલી (66પ) અને શિખર ધવન (701) છે. વિરાટ કોહલી માટે તેની
કેરિયરની આ આખરી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ માનવામાં આવે છે.