• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

હાર્દિક પંડયાએ તોડયો યુવરાજનો રેકોર્ડ

અમદાવાદ, તા. 20 : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ટી20 મેચમાં ડબલ ધમાલ મચાવી હતી. આ સાથે તેણે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો મોટો રેકોર્ડ તોડયો હતો. પંડયાએ ચોથી વખત ટી20 ક્રિકેટના એક મેચમાં 50થી વધારે રન કર્યા હતા અને એકથી વધારે વિકેટ લીધી હતી. આ સાથે હાર્દિક સિદ્ધિ મેળવનારો પહેલો ભારતીય ખેલાડી બન્યો હતો. અત્યાર સુધી યુવરાજસિંહ યાદીમાં સૌથી ઉપર હતો. જેણે ત્રણ વખત ટી20મા 50થી વધારે રન અને એકથી વધારે વિકેટ લીધી હતી. યુવરાજસિંહ નિવૃત્ત થયા બાદ પણ ઘણા વર્ષ સુધી વિક્રમ તૂટયો નહોતો. યાદીમાં ત્રીજા નંબરે વિરાટ કોહલી છે. જેણે બે વખત ઉપલબ્ધી પોતાના નામે કરી છે. જ્યારે ચોથા નંબરે શિવમ દુબે છે. દુબે પણ બે વખત એક મેચમાં 50થી વધારે રન અને એકથી વધારે વિકેટ લઈ ચૂક્યો છે.

Panchang

dd