એડિલેડ, તા. 20 : ઓસ્ટ્રેલિયાની
ટીમ વધુ એક એશિઝ શ્રેણી જીતવાની નજીક પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડનો બેઝબોલ શો
ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર ફલોપ થયો છે. હવે એડિલેડ ટેસ્ટમાં 435ના
લક્ષ્ય સામે ઈંગ્લેન્ડે 207 રનમાં છ વિકેટ ગુમાવી છે. અંતિમ
દિવસના પહેલા જ સેશનમાં મુકાબલાનું પરિણામ આવી જવાની સંભાવના છે, કારણ કે, ઈંગ્લેન્ડની ચાર વિકેટ બાકી છે. પાંચમાં દિવસે વિકેટ અને સવારના સેશનમાં
બોલરોને ફાયદો પણ મળે છે. તેવામાં અંતિમ દિવસે મેચનું પરિણામ આવી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ્સમાં 349 રન કર્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડ
સામે જીત માટે 435 રનનો વિશાળ પડકાર મળ્યો હતો, જેનો પીછો કરતા
ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. બેન ડકેટ (4), ઓલી પોપ (17), જો
રૂટ (39) અને હેરી બ્રૂક (30) સસ્તામાં
આઉટ થયા હતા, જ્યારે જેક ક્રોલીએ એક છેડો સંભાળતાં 85 રનની
ઈનિંગ રમી હતી. મેચમાં પેટ કમિન્સ અને નાથન લાયને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
અગાઉના દાવમાં ઈનિંગ્સમાં પણ પેટ કમિન્સે ત્રણ શિકાર કર્યા હતા. આ પહેલી મેચના
હીરો રહેલા ટ્રેવિસ હેડે દમદાર 170 રન કર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને
મજબૂત સ્થિતિમાં પહોંચાડયું હતું. હેડનો સાથ એલેક્સ કેરીએ આપ્યો હતો. અને 72 રન
કર્યા હતા. બોલિંગમાં કેપ્ટન પેટ કમિન્સે
મહત્ત્વપૂર્ણ અંતરે વિકેટો લીધી હતી અને ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ટકવા દીધા નહોતા, જેના પરિણામે
ઈંગ્લેન્ડની વાપસીનો રસ્તો લગભગ બંધ થયો હતો.