• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

સગીરાની છેડતીના કેસમાં આરોપી પુત્ર-પિતાને એક-એક વર્ષની કેદ

ભુજ, તા. 20: એકાદ વર્ષ પૂર્વે માંડવી પાસેના એક ગામ નજીક યુવાને સગીરાની છેડતી કરતા તેની રાવ દેવા જતા યુવાનના પિતાએ પોતાના પુત્રનું પક્ષ લઈ પરિવાર સાથે હાથાપાઈ સહિતનો ઝઘડો કર્યો હતો. આ કેસમાં આરોપી 19 વર્ષીય આદિલ ગુલામ હજામ (ખલીફા) તેના પિતા ગુલામ આદમ (રહે. બન્ને મોટી રાયણ)ને કોર્ટે તકસીવાર ઠેરવી એક-એક વર્ષની સખ્ત કેદ તથા રૂા. 43 હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ફરિયાદ તરફે પાંચ દસ્તાવેજી પુરાવા તથા 11 સાક્ષી તપાસી બન્ને આરોપી પુત્ર-પિતા એવા આદિલ તથા ગુલામને વિવિધ કલમો તળે તકસીરવાન ઠેરવી સ્પે. જજ જે. એ. ઠક્કરે એક-એક વર્ષની સખત કેદ તથા કુલ્લ રૂા. 43 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ભોગ બનનારને ચુકવવા હુકમ થયો છે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને રૂા. 50 હજારનું વળતર ચુકવવા માટે ડી.એલ.આર.ને ભલામણ કરી છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે, ગત તા. 21/12/24ના સગીરાને તેના દાદા એકટિવાથી હોસ્ટેલથી ઘરે લઈ આવતા હતા ત્યારે આરોપી આદિલે તેની વેગેનાર કારથી પીછો કરી સગીરાને આંખોથી તેમજ હાથથી ગંદા ઈસારા કરી જાતીય સતામણી કરી હતી. આ બાદ સગીરાના પરિજનો આદિલને ઠપકો અપાવા-સમજાવા આદિલના પિતા ગુલામ પાસે જતા તેણે પોતાના પુત્રનું પટ્ટા લઈ ગાળા-ગાળી કરીને હાથાપાઈ કરી હતી. આ અંગે કોડાય પોલીસે જે-તે સમય ગુનો દાખલ કરી આરોપીઓની અટક કરી હતી. અને ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આ કેસ ચાલી જતા ધાક બેસાડતો ચુકાદો આવ્યો છે. ફરિયાદી તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજા હાજર રહી દલીલો કરી હતી. જ્યારે મૂળ ફરિયાદી વતી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી સાથે વાય. વી. વોરા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી અને એસ. એસ. ગઢવી હાજર રહ્યા હતા.

Panchang

dd