નવી દિલ્હી, તા. 20 : એસીસી
મેન્સ અંડર-19 એશિયા કપ 2025ના ફાઈનલ મુકાબલામાં આવતીકાલે
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમનો સામની પરંપરાગત પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે
થશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો જીતનો સિલસિલો ચાલી રહ્યો છે. આયુષ મ્હાત્રેની
કેપ્ટનશીપની યુવા ટીમે અત્યારસુધીમાં કોઈપણ મેચ ગુમાવી નથી. પાકિસ્તાન સામેનો
મુકાબલો રવિવારે 21મી ડિસેમ્બરે દુબઈના આઈસીસી એકેડમી સ્ટેડિયમમાં રમાશે. જેનું
પ્રસારણ સવારે 10.30 વાગ્યાથી થશે. પહેલી મેચમાં ભારતે યુએઈને
234 રને
હરાવ્યું હતું. બાદમા પાકિસ્તાનને 90 રને હરાવ્યું હતું. ગ્રૂપ
સ્ટેજની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયા સામે 315 રને જીત મેળવી હતી. શુક્રવારે
રમાયેલા સેમિફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને આઠ રને હરાવીને ફાઈનલની ટિકિટ કપાવી
હતી. નિર્ણાયક મેચમાં ભારતની ટક્કર પાકિસ્તાન સામે થવાની છે. ભારત અને પાકિસ્તાન આ
ટૂર્નામેન્ટમાં 11 વર્ષ બાદ ફાઈનલ રમશે. અંતિમ વખત ભારત અંડર-19 ટીમે પાકિસ્તાનને 2014ના
એશિયા કપ ફાઈનલમાં હરાવ્યું હતું જ્યારે ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, સંજુ સેમસન અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ સામેલ હતા. અગાઉ વરસાદગ્રસ્ત
મેચમાં ભારતે શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી જ્યારે પાકિસતાને
બંગલાદેશને આઠ વિકેટે હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી.