• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

ત્રીજી ટેસ્ટમાં કિવીઝને વેસ્ટ ઈન્ડિઝની ટક્કર

માઉન્ટ મોનગાનુઈ, તા. 20 : ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે  રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં કેરેબિયન ટીમ દ્વારા ન્યૂઝીલેન્ડને ટક્કર આપવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગ્સમાં વિશાળ 575નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં વિન્ડિઝે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં કેવમ હોજની સદીની મદદથી છ વિકેટે 381 રન કર્યા હતા. હજી પણ વેસ્ટ ઈન્ડિઝ 194 રન પાછળ છે.  આ અગાઉ ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગ્સ લેથમની સદી અને કોનવેની બેવડી સદીની મદદથી 575 રને ઘોષિત કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રએ પણ 72 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, જેના જવાબમાં વિન્ડિઝની ટીમની શરૂઆત સારી રહી હતી અને બીજા દિવસના અંતે વિના વિકેટે 110 રન કરી લીધા હતા. બાદમાં ત્રીજા દિવસે જોન કેમ્પેબલ 45 અને બ્રાન્ડન કિંગ 63 રને આઉટ થયા હતા. આ ઉપરાંત ટેવિન ઈમલાચ 27 રન કરી શક્યો હતો, જ્યારે કેવમ હોજે 254 બોલનો સામનો કરીને 109 રન કર્યા હતા અને દિવસના અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. વિન્ડિઝ તરફથી જસ્ટ્રીન ગ્રીવ્સે 43 અને અથાન્ઝેએ 45 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હોજે ઈમલાચ સાથે મળીને 61 રન, અથાન્ઝે સાથે મળીને 61 રન અને જસ્ટીન ગ્રીવ્સ સાથે 81 રનની ભાગીદારી કરી હતી.

Panchang

dd