નવી દિલ્હી, તા. 20 : દક્ષિણ
આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પાંચમી ટી-20 મેચમાં હાર્દિક પંડયાની શાનદાર
ઈનિંગ્સ બાદ તેને સુપરહીરો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, હાર્દિક માનસિક રૂપે અલગ
રીતે કામ કરે છે અને તેની ચમક અદ્વિતીય છે. પંડયાએ આ મેચમાં ભારત તરફથી ટી-20 આંતરરાષ્ટ્રીયની
બીજી સૌથી ઝડપી અર્ધસદી કરી હતી,
જ્યારે તિલક વર્માએ શાનદાર 73 રન કરીને ભારતીય ટીમને 30 રને
જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટેને કહ્યું હતું કે, હાર્દિક પંડયાએ શાનદાર
પ્રદર્શન કર્યું છે. તે એક ખેલાડીની છબીમાંથી બહાર આવીને સેલિબ્રિટી બની ગયો છે.
હાર્દિક કોઈ ફિલ્મના સુપરહીરોની જેમ મેદાનમાં ઊતરે છે અને ત્યાં હાર્દિકની રણનીતિ
કોઈ બદલી શકતું નથી. સ્ટેને આગળ કહ્યું હતું કે, આ કોઈ ખરાબ
વલણ નથી, પણ દબદબો જાળવી રાખવાની રીત છે. આ એવો પ્રભાવ છે,
જેની બરાબરી કોઈ કરી શકે તેમ નથી.