• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

ગાંજાના કેસમાં અંજારના બે આરોપીને ચાર વર્ષની સખ્ત કેદ

ભુજ, તા. 20 :  સાતેક વર્ષ પૂર્વે મુંદરાના ટોલ નાકા પાસેથી 3 કિલો 650 ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે અંજારના મોહમ્મદ હુસેન સૈયદ અને મહેન્દ્રસિંહ ભુપાલસિંહ પરમાર ઝડપાયા હતા. આ કેસમાં બન્ને આરોપીને કોર્ટે દોષી ઠેરવી ચાર વર્ષની સખત કેદ તથા પ0 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે, ગત તા. 24/9/19ના આરોપીઓ એકટીવાની ડીકીમાં ગાંજાનો જથ્થો લઈ અંજારથી મુંદરા તરફ જતાં હતા ત્યારે બાતમીના આધારે એસઓજીએ માદક પદાર્થ સાથે બન્નેને ઝડપી તેઓની સામે એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરાવાયો હતો. આ કેસ એનડીપીએસ કોર્ટના ખાસ જજ વિરાટએ બુદ્ધ સમક્ષ ચાલી જતા સાત સાક્ષીઓ અને 22 દસ્તાવેજી પુરાવાના આધારે બન્ને પક્ષોને સાંભળીને આરોપીઓને તકસીરવાન ઠેરવી ચાર વર્ષની સખત કેદ તથા પ0 હજારનો દંડ ફટકાર્યો હતો. ફરિયાદ પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરી હાજર રહી દલીલો કરી હતી.

Panchang

dd