• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

અબડાસાના ડાહામાં 10 વિસ્ફોટક ગોળા સાથે બે શખ્સ ઝડપાયા

ભુજ, તા. 20 : શિકાર પ્રવૃત્તિ તેમજ ખેતીના પકને જાનવરોથી બચાવા માટે ઘઉંના લોટમાં વિસ્ફોટક પદાર્થ ભરી ગોળા બનાવી તેના ઉપયોગ પર રોક લગાવા કાર્યવાહી થતી રહે છે. ત્યારે આજે અબડાસાના ડાહા પાસેથી બે શખ્સને આવા 10 વિસ્ફોટક ગોળા સાથે એસઓજીએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આજે એસઓજીનો સ્ટાફ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે એ.એસ.આઈ. માણેકભાઈ ગઢવીને મળેલી બાતમીના પગલે ડાહા ગામ પસો કાચા રસ્તા પરથી કાંતિલાલ શાંતિલાલ પટણી (રહે. મોટી રાયણ, તા. માંડવી) તથા શાંતિલાલ રામજી દાતણિયા (રહે. મૂળ મેરાઉ હાલે ડોણ પાટિયા, તા. માંડવી)ને વિસ્ફોટક પદાર્થ ઘઉંના લોટના બનાવેલા ગોળા નંગ 10 તથા એક છરી અને બે બાઈક એમ કુલ્લ રૂા. 31,500ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી કોઠારા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં એસઓજીના પીઆઈ કે.એમ. ગઢવી, પી.એસ.આઈ. એમ. એલ. વાઘેલા, એ.એસ.આઈ. જોરાવરસિંહ જાડેજા, માણેકભાઈ ગઢવી, કોન્સ. વનરાજસિંહ જાડેજા જોડાયા હતા.

Panchang

dd