• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

મંગળવારે કચ્છમિત્ર કપની ફાઈનલ

ભુજ, તા. 20 : શાળાના વિદ્યાર્થીઓમાં છુપાયેલા ક્રિકેટના કૌવતને બહાર લાવવાની તક આપતાં કચ્છ ક્રિકેટ એસોસીએશન સંચાલિત કચ્છમિત્ર - એન્કરવાલા કપ -2025ની ફાઈનલ મેચ તા. 23 ડિસેમ્બર ને મંગળવારે સવારે મસ્કાનાં મેદાન પર ભુજની ત્રણ વખતની ચેમ્પિયન આર.ડી. વરસાણી હાઈસ્કૂલ અને ભુજની જ વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ વચ્ચે રમાશે, ત્યારે સમાપન પ્રસંગે સાંસદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મેચ બાદ બપોરના સમયે ઈનામ વિતરણ કાર્યક્રમ રખાશે. દરમ્યાન, સવારે ટોસ તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવી ઉછાળશે. ફાઈનલ મેચના ઈનામ વિતરણ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેક્ટર આનંદ પટેલ, માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, સરપંચ ઉર્મિલાબેન ગોર, શિલ્પાબેન નાથાણી, વિક્રમસિંહ જાડેજા, રાણશીભાઈ ગઢવી, ક્રિશ્ના ગ્રુપના ભવન શાહ, માણેક ગઢવી, દિનેશ નાકરાણી ઉપરાંત દાતાઓ હિમ્સના ધનસુખ શિયાણી, લેવા પટેલ એજ્યુકેશન અને મેડિ.ના ચેરમેન ગોપાલભાઈ ગોરસિયા, ક.વી.ઓ. પ્રમુખ જિગર છેડા ઉપસ્થિત રહેશે.

Panchang

dd