નવી દિલ્હી, તા. 20 : દક્ષિણ
આફ્રિકા સામેની શ્રેણી 3-1થી જીતીને ભારતીય ટીમે વર્ષનો
અંત કર્યો છે. ચાલુ વર્ષે ભારતીય ટીમનું પ્રદર્શન ટી-20માં ખૂબ
જ શાનદાર રહ્યું છે. ચાલુ વર્ષે ટીમ ઈન્ડિયા એકપણ ટી-20 શ્રેણી
હારી નથી. આ વિનિંગ સ્ટ્રીક સાથે ટીમ આગામી વિશ્વ કપમાં ઊતરવા ઈચ્છશે. જો કે, આ પહેલાં ન્યૂઝીલેન્ડ
સામે ટી-20 શ્રેણીમાં ટક્કર થવાની છે. આ શ્રેણી વિશ્વ કપ પહેલા
ખેલાડીઓની પરીક્ષા બની રહેશે. ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની શરૂઆત 11 જાન્યુઆરીથી
ત્રણ વન-ડેની શ્રેણી સાથે થશે. આ શ્રેણીમાં ચાહકો ફરી એક વખત રોહિત શર્મા અને
વિરાટ કોહલીને રમતા જોઈ શકશે. બાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી
રમશે. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 31 જાન્યુઆરીના પૂરો થવાનો છે.
બાદમાં એક અઠવાડિયાના આરામ પછી ટી-20 વિશ્વ કપ 2026નું
અભિયાન શરૂ કરવામાં આવશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી વન-ડે મેચ 11 જાન્યુઆરીના
વડોદરામાં રમાશે. બાદમાં 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને 18 જાન્યુઆરીએ
ઈન્દોરમાં વન-ડે મેચ રમાશે. ટી-20 શ્રેણીમાં વાત કરવામાં આવે, તો 21 જાન્યુઆરીએ
નાગપુર, 23 જાન્યુઆરીએ
રાયપુરમાં, 25 જાન્યુઆરીએ
ગુવાહાટીમાં, 28 જાન્યુઆરીએ
વિશાખાપટ્ટનમમાં અને પાંચમી ટી-20 તિરુવનંતપુરમમાં રમાશે.