• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

પાક. ધરતી પર વેસ્ટ ઇન્ડિઝનો ત્રણ દાયકા બાદ ટેસ્ટ વિજય

મુલતાન, તા.27 : વેસ્ટ ઇન્ડિઝ ટીમે ઇતિહાસ રચીને 34 વર્ષ બાદ પાકિસ્તાન ધરતી પર ટેસ્ટ વિજય હાંસલ કર્યો છે. શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટમાં પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝનો 120 રને શાનદાર વિજય થયો હતો. આ પહેલા પાક. ધરતી પર વિન્ડિઝનો 1990માં ટેસ્ટ વિજય થયો હતો. બીજી ટેસ્ટના આજે ત્રીજા દિવસે 24 રનના વિજય લક્ષ્યાંક સામે પાકિસ્તાન ટીમ 133 રનમાં ડૂલ થઇ હતી. કેરેબિયન સ્પિનર જોમેલ વારકિન પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બન્યો હતો. તેણે બીજી  ટેસ્ટમાં 36 રન કર્યા હતા અને 9 વિકેટ લીધી હતી. શ્રેણીમાં તેના નામે 19 વિકેટ અને 8પ રન રહ્યા હતા. પાકિસ્તાન સામે જીત માટે 24 રનનું વિજય લક્ષ્ય હતું, પણ પૂરી ટીમ 44 ઓવરમાં 133 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાબર આઝમે 31 અને મોહમ્મદ રિઝવાને 2પ રન કર્યાં હતા. વારકિને પ અને કેવિન સિંકલેયરે 3 વિકેટ લીધી હતી. અગાઉ વેસ્ટ ઈન્ડિઝ ટીમ બીજા દાવમાં 244 રને ઓલઆઉટ થઇ હતી. તેણે પહેલા દાવમાં 163 રન કર્યાં હતા. પાક.ના પહેલા દાવમાં 14 રન થયા હતા. બીજા દાવમાં વિન્ડિઝ તરફથી કપ્તાન ક્રેગ બ્રેથવેટે બાવન રન કર્યાં હતા. જયારે પાક. તરફથી પહેલી ઇનિંગમાં સ્પિનર નોમાન અલીએ હેટ્રિક સહિત કુલ 6 વિકેટ લીધી હતી, પણ તે પોતાની ટીમેન જીત અપાવી શક્યો ન હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd