દુબઈ, તા.27 : ભારતનો
ઘાતક ઝડપી બોલર અને વિશ્વ નંબર વન જસપ્રિત બુમરાહ વર્ષ 2024નો
આઇસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. તેણે ઇંગ્લેન્ડના જો રૂટ, હેરી બ્રુક અને
શ્રીલંકાના કામિન્ડુ મેન્ડિસને પાછળ રાખીને આઇસીસીનો આ પ્રતિષ્ઠિત ટેસ્ટ એવોર્ડ
જીત્યો છે. 2018માં ડેબ્યૂ કરનાર બુમરાહે પહેલીવાર આ
સન્માન મેળવ્યું છે. તે આઇસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતનારો છઠ્ઠો
ભારતીય ખેલાડી છે. રાહુલ દ્રવિડ,
ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી આ પુરસ્કાર હાંસલ કરી ચૂક્યા છે.
બુમરાહે વર્ષ 2024માં 13 ટેસ્ટ
મેચમાં 14.92ની સરેરાશથી અને 30.16ની
સ્ટ્રાઇક રેટથી કુલ 71 વિકેટ ઝડપી છે. તે ગયાં વર્ષે
સૌથી વધુ વિકેટ ઝડપનારો ટેસ્ટ બોલર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેણે 32 વિકેટ
ઝડપી ઓસ્ટ્રેલિયામાં હાહાકાર મચાવ્યો હતો. બુમરાહની રેસમાં જો રૂટ હતો. તેણે 2024માં 17 ટેસ્ટમાં
પપ.પ7ની સરેરાશથી 1પપ6 રન
કર્યા હતા જ્યારે હેરી બ્રુકે 12 ટેસ્ટમાં પપ.00ની
સરેરાશથી 1100 રન બનાવ્યા હતા. મેન્ડિસે 9 ટેસ્ટમાં
74.92ની સરેરાશથી 1049 રન કર્યા હતા.