નખત્રાણા, તા. 28 : તાલુકાના કોટડા (જ.)ના લૂંટ
પ્રકરણના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલાયા હતા. આજથી બાર દિવસ અગાઉ કોટડાના
સોની નીલેશકુમાર પર છરીથી હુમલો કરી દાગીનાની લૂંટ કરીને નાસી છૂટેલા ત્રણેય લુંટારાને
પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયા હતા. બાદમાં નખત્રાણાની કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા,
જે પૂર્ણ થતાં સબજેલ હવાલે કરાયા હતા. નખત્રાણાના પીઆઈ એ.એમ. મકવાણાએ
જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમિયાન ગુનેગારો પાસેથી લૂંટ પ્રકરણની
ગતિવિધિઓની માહિતી મેળવાઈ હતી, જે સંદર્ભે ઉચ્ચ કક્ષાએ વિગતો
મોકલી અપાઈ છે તેમ કહ્યું હતું.