• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

ભાજપ પાસે રૂા. 7114 કરોડનું ભંડોળ

નવી દિલ્હી, તા.28 (પીટીઆઈ) : પોતાને. વિશ્વની સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઓળખાવતા ભાજપ પાસે 31 માર્ચ 2024ની સ્થિતિએ 7113.80 કરોડ રૂપિયાની રોકડ અને બેન્કમાં જમા રકમ છે. સામે દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે 857.15 કરોડ રૂપિયા હોવાનું ચૂંટણી પંચને આપવામાં આવેલા આંકડાઓ પરથી સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણી જાહેર થયેલી ત્યારે 2023-24 દરમ્યાન ભાજપે 1754.06નો ખર્ચ કર્યો હતો જે 2022-23 દરમ્યાન તેના દ્વારા ખર્ચ કરવામાં આવેલા 109ર કરોડની તુલનાએ 60 ટકાનો ગંજાવર વધારો દર્શાવે છે. તેની સરખામણીએ કોંગ્રેસે 2022-23 દરમ્યાન કરેલા 192.56 કરોડની તુલનાએ 2023-24માં 619.67 કરોડનો ખર્ચ કર્યો હતો. દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત 16 માર્ચ 2024ના કરવામાં આવી હતી. ચૂંટણીપંચને સોંપવામાં આવેલા પોતાના વાર્ષિક ઓડિટ અહેવાલ અનુસાર ભારતીય જનતા પક્ષે હાલમાં પ્રતિબંધિત એવા ચૂંટણીબોન્ડ મારફતે 2022-23માં મેળવેલા 1294.15 કરોડની સરખામણીએ 2023-24માં 1685.69 કરોડનું સ્વૈચ્છિક દાન મેળવ્યું હતું. શાસક પક્ષે અન્ય યોગદાન મારફત 2022-23માં મળેલા 648.42 કરોડની સરખામણીએ 2042.75 કરોડ રૂપિયા મેળવ્યા હતા. બીજીતરફ, કોંગ્રેસ પક્ષે પંચને આપેલા ઓડિટ હેવાલ અનુસાર પક્ષે 2022-23માં કલ 1225.11 કરોડ મેળવ્યા હતા જેમાં ગ્રાન્ટ, દાન અને યોગદાનનો સમાવેશ થાય છે. આ રકમમાં ચૂંટણી બોન્ડ મારફતે મળેલા 828.36 કરોડનો પણ સમાવેશ થાય છે. વર્ષ દરમ્યાન ભાજપે 591 કરોડ જાહેરાતો પાછળ ખર્ચ્યા હતા જેમાં ઈલેકટ્રોનિક મીડિયા પાછળ 434.84 કરોડ અને પ્રિન્ટ મીડિયામાં 115.62 કરોડના ખર્ચનો સમાવેશ થાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd