ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના વરસામેડીમાં
આસ્થાસિંઘ રાજેશસિંઘ રાજપૂત (ઉ.વ. 18) નામની યુવતીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. બીજી બાજુ લાકડિયા
નજીક ચાલતા-ચાલતા પડી જતાં પંજાબી એવા અજાણ્યા આધેડે જીવ ખોયો હતો તેમજ ગાંધીધામમાં
7પ વર્ષીય અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી હતી.
વરસામેડીની અંબાજી-1 સોસાયટીમાં
ગઈકાલે સવારે આપઘાતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર આસ્થાસિંઘ નામની યુવતી ગઈકાલે સવારે
પોતાના ઘરે હતી દરમ્યાન અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી હતી. બનાવ
પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગે
લાકડિયાની સીમમાં સતલુજ પંજાબી ઢાબા પાસે બનાવ બન્યો હતો. મૂળ પંજાબના તથા અહીં આવીને
છૂટક મજૂરી કરનાર એક અજાણ્યા આધેડ ગઈકાલે પગપાળા જઈ રહ્યા હતા. દરમ્યાન પડી જતાં ગંભીર
ઈજાઓને પગલે તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. તેમજ ગાંધીધામના સેક્ટર-7 વિસ્તારમાં કિડાણા જતા માર્ગે ચાર રસ્તા
પાસેથી 7પ વર્ષીય અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી હતી.
આ વૃદ્ધનું મોત કેવા કારણોસર થયું હશે તથા તે કેવા છે ? સગા-સંબંધીઓ કોણ છે તે સહિતની આગળની તપાસ પોલીસે
હાથ ધરી છે.