• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

જીવલેણ અકસ્માત બાદ આખરે નખત્રાણામાં રોડનું કામ શરૂ

નખત્રાણા, તા. 28 : તાજેતરમાં નખત્રાણામાં સ્થાનિક વેપારીનો રસ્તાના ખાડાનાં કારણે અકસ્માત થતાં વેપારી નરેન્દ્રભાઇ મહેતાનું નિધન થતાં તેના ઘેરા પ્રત્યાઘાત અને આક્રોશ બાદ આખરે મોડે-મોડે તંત્ર જાગ્યું ને ખાડા ભરવા ડામર કામ હાથ ધરવામાં આવ્યું હતું. જીવલેણ અકસ્માતોનાં પગલે વિરોધ દર્શાવવામાં આવ્યો. આ સંદર્ભે પોલીસ તંત્ર તથા રાજ્યના માર્ગ-મકાન વિભાગ તંત્રને વેપારી મંડળ તથા કચ્છ જિલ્લા સોનાચાંદી મંડળના પ્રમુખો હેમેન્દ્રભાઇ કંસારા તથા હીરાલાલભાઇ સોનીના પ્રતિનિધિ મંડળ હેઠળ કરાયેલ રજૂઆતો અને સમસ્યા સંદર્ભેનો ઉકેલ આવતાં જનતા વતી સંસ્થાઓ દ્વારા આગેવાન પ્રમુખોએ તંત્રનો આભાર માન્યો હતો. કોટડા (જ.) લૂંટ પ્રકરણના ત્રણેય લૂંટારાઓ પકડાયા તેમજ નખત્રાણાના બિસમાર ખાડાવાળા એસ.ટી. બસ સ્ટેશન સામેના પૂરા ડબલ રસ્તાને ડામર પેચિંગ કરી દેવામાં આવ્યું હતું. રસ્તાની સમસ્યા ઉકેલાતાં આનંદ વ્યાપ્યો હતો. રસ્તા પ્રકરણ ઉકેલાતાં પ્રાંત અધિકારી સૂરજ સુથાર પ્રતિ આભાર માન્યો હતો. જ્યારે કોટડા (જ.) લૂંટ પ્રકરણમાં પોલીસ તંત્રની સક્રિયતાથી લૂંટારાઓને દબોચવામાં આવતાં કચ્છ જિલ્લા સોનાચાંદી મંડળ વતી પોલીસ તંત્રનો સન્માન કાર્યક્રમ યોજાશે તેવું સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd