• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

મહાકુંભમાં માનવ મહેરામણ

અયોધ્યા, તા. 28 : મહાકુંભમાં મૌની અમાસના શાહી સ્નાન પહેલાં જ સ્નાન કરનારાઓની સંખ્યા 17 કરોડને આંબી ગઈ છે. યુપી સરકારના આંકડા અનુસાર 28 જાન્યુઆરીએ સાંજ સુધીમાં 4.64 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. જેમાંથી લગભગ 10 લાખ કલ્પવાસીઓ હતા. 27 જાન્યુ. સુધીમાં કુલ સ્નાન કરનારાઓની સંખ્યા 14.76 કરોડ હતી. મૌની અમાસના લગભગ 12 કરોડ શ્રદ્ધાળુઓ શાહી સ્નાનમાં જોડાશે તેવી અપેક્ષા કરાઈ રહી છે. મહાકુંભ નગર વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો બની ગયો છે. ભીડને પગલે પ્રયાગરાજમાં ધો. 1થી 12 સુધીની શાળાઓ તથા હાઈકોર્ટને પણ 30 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉપરાંત મંગળવારે રામનગરી અયોધ્યામાં પણ ભક્તોની ભીડ જામી હતી. સોમવારે રામલલ્લાના દરબારમાં 3.55 લાખ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા.  બે દિવસમાં છ લાખથી વધુ ભક્તો દર્શન માટે પહોંચ્યા હોવાનો અંદાજ કરાયો છે. રામલલ્લા અને હનુમાનગઢી ખાતે ભક્તોની એકથી બે કિ.મી. લાંબી કતારો જોવા મળી હતી. રામ જન્મભૂમિ પથથી 100 મીટર દૂર હોવાને કારણે ભીડ પર નિયંત્રણની સુવિધા કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ જવાબદારી સંભાળી રહ્યા છે. અર્ધલશ્કરી દળોને ફરજ પર મુકાયા છે. વિવિધ સ્થળે મેજિસ્ટ્રેટ તૈનાત કરાયા છે. આઈ.જી. પ્રવીણકુમાર અને રામ જન્મભૂમિના એસ.પી. સુરક્ષા બલરામાચારી દુબે સ્વયં વ્યવસ્થા સંભાળી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd