• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

જામનગરમાં કોંગો તાવથી આધેડનું મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ

જામનગર, તા. 28 : જામનગરમાં ફરી કોંગો રોગનો વાયરસ દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા પ0 વર્ષીય એક આધેડનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ વ્યાપી ગઈ હતી. આરોગ્ય વિભાગની ટીમે સંબંધિત વિસ્તારમાં ઘરે-ઘરે ફરીને સર્વે હાથ ધર્યો હતો. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પ0 વર્ષીય આધેડને તાવ આવતા તેમને જામનગરની ગુરુ ગાવિંદાસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેમના વિવિધ રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા હતા. જેમાં કોંગો ફીવર પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. કોંગો ફીવર રિપોર્ટ પછી જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું અને સંક્રમિત દર્દીના રહેણાક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ક્રિમિઅન - કોંગો હેમરેજિફ ફીવરનો પ્રથમ કેસ વર્ષ ર019માં નોંધાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના નિવાસી મહિલા તબીબને કોંગો થયો હતો. હવે ફરી પાંચ વર્ષ પછી ફોંગો વાયરસ દેખાતા શહેરીજનોમાં ભારે ગભરાટનો માહોલ પ્રસરી ગયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd