બિદડા, તા. 28 : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે
યોજાયેલા 51મા મેડિકલ કેમ્પમાં 18,235 દર્દીઓએ સારવાર મેળવી હતી.
ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ જણાવ્યું હતું કે,
રસીલાબેન મહિપતરાય શાહ પરિવારના સહયોગથી યોજાયેલા કેમ્પમાં વિશનજી હરશી
ગાલા, રંજનબેન બિપીન ગાલા, માધુરીબેન હરખચંદ
ગાલા, રમણીકલાલ નરશી સાવલા, દામજી શામજી
ગાલાએ સહકાર આપ્યો હતો. 32 દિવસ દરમ્યાન
વિવિધ રોગ નિદાન શિબિરમાં અઢાર હજારથી વધુ દર્દીએ સારવાર મેળવી હતી, જેમાંથી 669 ઓપરેશન બિદડા ખાતે કરાયા હતા
તથર 562 દર્દીને વધુ સારવાર અર્થે અમદાવાદ, નડિયાદ તથા મુંબઇ મોકલાયા હતા. મેગા મેડિકલ
કેમ્પમાં પાનબાઇ ધારશી હધુ છેડા પરિવાર તથા ડો. અનિલ અને મીનલ મોદીના સહકારથી બાળ આરોગ્ય
શિબિર, મસ્જિદ બંદર કટલેરી તથા પીપરમેન્ટ, મસાલા, ચાના વેપારીઓના દાનથી જિલ્લાના વિવિધ ગામડાઓમાં
કેમ્પ, અમેરિકાના ભરત અને સુધા કોઠારીના સહકારથી પેટ અને ગેસના
રોગની શિબિર, રસીલાબેન શાહ પરિવાર તથા નિરંજના જિતેશ શાહના સહયોગથી
હૃદયરોગ શિબિર, સુશીલાબેન જયંતીલાલ શેઠિયા પરિવારના સહકારથી ન્યૂરોલોજી
તથા ન્યૂરો સર્જરી કેમ્પ, જયવંતીબેન જાદવજી એન્કરવાલા દ્વારા
હાડકારોગ, વાસી એ.પી.એમ.સી. તથા નલ બજારના અનાજના વેપારીઓ દ્વારા
સંધિવા, ઘૂંટણના રોગ, ડો. અનિલ તથા મીનલ
મોદી દ્વારા ફૂટ એન્ડ સેન્કલ, રામજી દેવજી ટ્રસ્ટ અને ઉમરબાઇ
ગોગરી ટ્રસ્ટના સહકારથી હેન્ડ સર્જરી કેમ્પ, વેજબાઇ રતનશી ખીમજી
રાંભિયાના સહયોગથી પુનર્વસન કેમ્પ, બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશના
સહકારથી દમ-શ્વાસ કેમ્પ, અમેરિકાના જિજ્ઞા શાહના સહયોગથી ત્રીરોગ
કેમ્પ, જયકાલ એક્સપોર્ટ પ્રા. લિ.ના સહકારથી ડાયાબિટીસ અને થાઇરોડઇ
કેમ્પ, અમેરિકાના ડો. લીના પારીખ અને શ્વેતા જતિન રાણાવતના સહયોગથી
બાળરોગ શિબિર, સ્વ. અશોક પારેખની પુણ્યસ્મૃતિમાં બાળ હાડકારોગ
નિદાન કેમ્પ, કુંદી અને બિપીન કાપડિયાના સહયોગથી આંખરોગ નિદાન
કેમ્પ, લાખણીબાઇ રામજી તેજશી ગાલા નવનીત ફાઉન્ડેશનના સહયોગથી
દાંતરોગ, જયાબેન સુંદરજી મુલજી શાહના સહયોગથી કાન-નાક-ગળા રોગના
નિદાન કેમ્પ, પ્રવીણ અને આરતી શાહના સહકારથી ચામડીરોગ નિદાન કેમ્પ,
વેજબાઇ ચાંપશી મારૂ અને હંસરાજ મારૂના સહકારથી કિડની રોગ નિદાન કેમ્પ,
નયના બિપીન ગાલાની પુણ્યસ્મૃતિમાં જનરલ તપાસણી, ભાનુશાલી લક્ષ્મીચંદ ધારશી છેડા પરિવાર તરફથી કેન્સર અવેરનેસ શિબીર,
બિદડા સર્વોદય ટ્રસ્ટના સહકારથી હોસ્ટેલમાં ચામડીરોગ તથા જનરલ કેમ્પ
કરાયા હતા. સમગ્ર કેમ્પ દરમ્યાન રમેશ શાહની પુણ્યસ્મૃતિમાં 1727 લેબોરેટરી, 870 એક્સ-રે, 331 ઇસીજી, લિવિંગ કેર ફાઉન્ડેશનના સહકારથી 11 સીટી સ્કેન, 47 ટુ-ડી ઇકો
તથા 184 સોનોગ્રાફીમાં દર્દીની તપાસણી
રિપોર્ટ વિનામૂલ્યે કરાયા હતા. ફિઝિયોથેરાપી તથા કાનથી ઓછું સાંભળતા દર્દીઓને મશીન
અપાયા હતા. રતનશી તલકશી પાલણ વિસરિયાની પુણ્યસ્મૃતિમાં શિરોન ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ
પ્રા. લિ.ના સહયોગથી વિનામૂલ્યે દવા વિતરણ, જરૂરતમંદ દર્દીઓને લોહીની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરાઇ હોવાનું ટ્રસ્ટી શાંતિભાઇ
વીરાએ જણાવ્યું હતું. ભોજનના દાતા રમેશભાઇ પ્રેમચંદ મહેતા રહ્યા હતા. કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ
ડો. શાંતિ કેનિયા, ડો. કિશોર વોરા, ડો.
મહેશ શાહે દેવા આપી હતી. યુનિવર્સિટી ઓફ સઘર્ન કેલિફોર્નિયનામાંથી સાત એનેસ્થેટિક્સ,
કો-જૈનાના પ્રમુખ ભાવિની ગડા, 15 સ્વયંસેવકો આવ્યા હતા. ટ્રસ્ટીઓ
શાંતિભાઇ વીરા, ડો. મયૂરભાઇ મોતા,
હેમતંકુમાર રાંભિઆ, શરદભાઇ રાંભિઆ, પીયૂષભાઇ સાવલા, અરવિંદભાઇ શાહ, હિતેષભાઇ વીરા, જયા રિહેબના ડાયરેક્ટર મુકેશભાઇ દોશી
સહિત અન્ય ટ્રસ્ટીઓ તથા સ્ટાફે સેવાકાર્યને બિરદાવ્યું હતું. ટ્રસ્ટ વતી વિજયભાઇ છેડાએ
સહકાર આપનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.