• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

એસટી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું

અમાવાદ, તા. 28 : ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગના એસટી નિગમમાં કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી હવેથી 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય રાજ્યસરકારે લીધો છે. આ મામલે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપતા લખ્યું છે કે, મુખ્યમંત્રી દ્વારા એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી હવેથી 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથો સાથ વધારવામાં આવેલા આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી કુલ રૂ. 125 કરોડથી વધુનો લાભ એસ. ટી કર્મચારીઓને મળવા પામશે. ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે . નોંધનીય છે કે, આ મોંઘવારી ભથ્થો કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ પરિપત્ર બહાર પાડશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd