• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

ભુજ રેલવે મથકે બંને ટાંકા જોખમી બન્યાની ચિંતા

ભુજ, તા. 28 : જૂના રેલવે સ્ટેશન ખાતે પાણીના નવનિર્મિત ટાંકાનું બાંધકામ પૂર્ણ થયું છે, પરંતુ અગાઉના જૂના જર્જરિત ટાંકાનું લોખંડી બાંધકામ ન હટાવાતાં જોખમ યથાવત્ રહ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી. રેલવે સ્ટેશનની આસપાસ મોટાભાગની જમીન પર બાવળની ઝાડીઓને દૂર કરવાની લોકો દ્વારા માંગ કરાઈ હતી. ઉપરાંત મુખ્ય માર્ગો પર પ્રશાસનની જમીન પર બોરવેલ પાસે જમીનદોસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવા, મુખ્ય માર્ગ પર કમ્પાંઉડ વોલને પ્લાસ્ટર કામ વિ. કાર્યો માટે માંગ કરાઈ હતી. નવા રેલવે મથકના નવીનીકરણનું કામ તેજ ગતિમાં ચાલુ છે ત્યારે જૂની કિંમતી જમીનની દેખભાળ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. થોડા કર્મચારીઓ જૂના કવાર્ટરમાં રહેતા હોવાનું તેમજ રસ્તાનાં બાંધકામમાં કર્મચારીઓ ગેસ્ટહાઉસ તરીકે ઉપયોગ કરતા હોવાની ફરિયાદ ઊઠી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd