• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

મેઘપર (બો.)માં કાકા-ભત્રીજા ઉપર આઠ શખ્સનો જીવલેણ હુમલો

ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી લીલાશાહ રેલવે ફાટક પાસે કાકા-ભત્રીજા ઉપર સાતથી આઠ શખ્સોએ છરી, ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. મેઘપર બોરીચી ધારા રેસિડેન્સીમાં રહેનાર ફરિયાદીએ ભરત મનુ (વાલ્મીકિ) નામના યુવાન તા. 26-1ના આદિપુર હતા ત્યારે તેના ભાભીએ ફોન કરી તેમનો ભત્રીજો પ્રવીણ ગાયત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયો છે  જ્યાં તેનો ઝઘડો થયો છે. તમે જાઓ તેવું કહેતાં ફરિયાદી ત્યાં ગયા હતા, ત્યાં પ્રવીણે પોતાની મિત્રતા મુસ્કાન સાથે છે જેના કારણે વિશાલ ઉર્ફે રાધે જોશી, હર્ષદ રાઠોડ, વિશાલ રાણાએ માર માર્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ આવતીકાલે સમાધાન માટે જાશું તેમ કહી બંને કાકા-ભત્રીજો પોતાના ઘર બાજુ જઇ રહ્યા હતા ત્યારે લીલાશાહ ફાટક નજીક વિશાલ ઉર્ફે રાધે જોશી, હર્ષદ રાઠોડ, વિશાલ રાણા, આનંદ સંઘાર, કિશન મહેશ્વરી તથા અન્ય બેથી ત્રણ અજાણ્યા શખ્સો હાજર હતા. આ શખ્સોએ પ્રવીણને માર મારતાં તેના કાકા એવા ફરિયાદી ભરતભાઇ વચ્ચે પડતાં આ શખ્સોએ જીવ લેવાના ઇરાદે તેના ઉપર છરી વડે આડેધડ ઘા ઝીંકયા હતા. રાડારાડનાં પગલે આ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. પોલીસે 26-1ના બનાવની 27-1ના રાત્રે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd