મેલબોર્ન, તા. 25 : અમેરિકીના મેડિસન કિઝે શનિવારે
ઓસ્ટ્રેલિયન ઓપનની મહિલા સિંગલ્સ ફાઈનલમાં બે વખતની ગત ચેમ્પિયન બેલારુસની આર્યના સબાલેંકાને
6-3, 2-6, 7-5થી હરાવીને પહેલો ગ્રાન્ડ સ્લેમ
ખિતાબ જીતી લીધો છે. 29 વર્ષીય કિઝે
ફાઈનલમાં શીર્ષ રેન્કિંગની ખેલાડીને હરાવતાં પહેલાં સેમિફાઈનલમાં બીજા રેન્કની ખેલાડી
ઈગા સ્વિયાતેકને હરાવી હતી. આ રીતે મેલબોર્ન પાર્કમાં સેરેના વિલિયમ્સ બાદ રેન્કિંગની
ટોચની બે ખેલાડીને હરાવનારી તે અમેરિકાની પહેલી ખેલાડી બની છે. ઉલ્લેખનીય છે કે, સેરેના વિલિયમ્સે 2005માં ટોચની બે ખેલાડીને હરાવી
હતી.રેન્કિંગમાં 14મા સ્થાને
રહેલી કિઝને ટૂર્નામેન્ટમાં 19મો ક્રમાંક
મળ્યો હતો. અમેરિકી ઓપન 2017માં ઉપવિજેતા
રહ્યા બાદ આ કિઝની બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી. કિઝે આ સાથે સબાલેંકાને ઓસ્ટ્રેલિયન
ઓપનમાં ખિતાબી જીતની હેટ્રિક લગાડીને માર્ટિના હિંગિસની બરાબરી કરતાં રોકી દીધી છે.
હિંગિસ 1997થી 1999 સુધી સતત ત્રણ વખત ચેમ્પિયન
રહી હતી.