માધાપર, તા. 18 : સીબીએસઈ વેસ્ટ ઝોન સ્વામિંગ સ્પર્ધા ગોલ્ડન
ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્દોર (મધ્યપ્રદેશ) ખાતે યોજાઈ હતી, જેમાં દેશના વેસ્ટ ઝોન રાજ્યોમાંથી
બે હજારથી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ
સ્પર્ધામાં ભુજ તાલુકાના માધાપરના શિક્ષક દંપતી ભાવનાબેન અને ગિરીશ ચૌહાણની પુત્રી
હિમધી ચૌહાણે પાંચ સ્પર્ધામાં ભાગ લઇ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે એક સિલ્વર મેડલ અને ચાર
બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં બ્રોન્ઝ, 200 મીટર ફ્રી સ્ટાઇલમાં
બ્રોન્ઝ, 50 મી. બ્રેસ્ટસ્ટ્રોકમાં સિલ્વર, 200 મી. બ્રેસ્ટસ્ટોકમાં બ્રોન્ઝ અને
400 મી. ફ્રી સ્ટાઈલમાં પણ બ્રોન્ઝ મેડલ કબજે કર્યા હતા. તેણે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં
ત્રણ ગોલ્ડ મેડલ અને એસએફઆઈ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલી ઓપન વિભાગ (સિનિયર)ની રાજ્ય
કક્ષાની સ્વામિંગ સ્પર્ધામાં પણ બે સિલ્વર મેડલ મેવ્યા હતા. હિમધી હવે ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્વામિંગ સ્પર્ધામાં
ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જિ. પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા,
કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ વિનોદ સોલંકીએ છાત્રાની સિદ્ધિને
બિરદાવી હતી.