• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

જેમિમાહ જામી ; ભારતની શ્રેણીજીત

રાજકોટ તા. 12 : મિડલ ઓર્ડર બેટર જેમિમાહ રોડ્રિગ્સની પ્રથમ સદી ઉપરાંત ટોપ ઓર્ડરના બેટર્સના શાનદાર દેખાવ પછી બોલરોના સહિયારા પુરૂષાર્થથી બીજી વન ડે આયર્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમનો 116 રને ભવ્ય વિજય થયો હતો. આ જીત સાથે 3 મેચની શ્રેણી ભારતે 2-0ની સરસાઇથી કબજે કરી છે. પ્લેયર ઓફ ધ મેચ જેમિમાહે 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતીય મહિલા ટીમે તેનો સર્વોચ્ચ વન ડે ટોટલ કરીને પ વિકેટે 370 રન કર્યાં હતા. જવાબમાં આયર્લેન્ડ મહિલા ટીમના પ0 ઓવરમાં 7 વિકેટે 2પ4 રન થયા હતા. શ્રેણીની ત્રીજી વન ડે મેચ તા. 1પમીએ બુધવારે રાજકોટમાં જ રમાશે. ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડની બોલરોની નિરંજન શાહ સ્ટેડિયમ પર સારી એવી ધોલાઇ કરીને પ0 ઓવરમાં પોતાનો સર્વોચ્ચ વન ડે સ્કોર પ વિકેટે 370 રન નોંધાવ્યો હતો.  અગાઉ ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામે 2017માં 2 વિકેટે 3પ8 રન કર્યાં હતા. જે રેકોર્ડ આજે રાજકોટમાં તોડયો હતો. ટીમ ઇન્ડિયાની ટોપ ફોર બેટર્સે પ0 પ્લસ સ્કોર બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સે કારકિર્દીની પહેલી ઇન્ટરનેશનલ સદી ફટકારીને 91 દડામાં 12 ચોગ્ગાથી 102 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. તેના અને હરલીન દેઓલ વચ્ચે ત્રીજી વિકેટમાં 168 દડામાં 183 રનની આક્રમક ભાગીદારી થઇ હતી. હરલીન દેઓલે 84 દડામાં 12 ચોકકાથી 89 રન કર્યાં હતા. કપ્તાન સ્મૃતિ મંધાના અને ઇનફોર્મ બેટર પ્રતિકા રાવલે વધુ એકવાર ભારતને સંગીન શરૂઆત આપીને પહેલી વિકેટમાં 114 દડામાં 1પ6 રનની ઝડપી ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાનાએ પ4 દડામાં 10 ચોગ્ગા-2 છગ્ગા સાથે 73 રનની આતશી ઇનિંગ રમી હતી. પ્રતિકા રાવલ વધુ એક અર્ધસદી સાથે 61 દડામાં 8 ચોગ્ગા-1 છગ્ગા સાથે 67 રને આઉટ થઈ હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd