નવી દિલ્હી, તા.12 : આઇપીએલ-202પ સીઝનનો પ્રારંભ 23 માર્ચથી
થશે અને 2પ મેના ફાઇનલ મુકાબલો રમાશે. આ જાણકારી આજે બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ
આપી હતી. જો કે બીસીસીઆઇ તરફથી હજુ સુધી આની સત્તાવાર જાહેરાત થઈ નથી. આજે બીસીસીઆઇની
બેઠકમાં આસામનું પ્રતિનિધિત્વ કરતા સત્યજીત સૈકિયાને સેક્રેટરી પદે અને પ્રભતેજ ભાટિયાને
ખજાનચી પદે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. બીસીસીઆઇની બેઠક બાદ રાજીવ શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં
જણાવ્યું કે આઇપીએલની શરૂઆત 23 માર્ચથી થશે અને 2પ મેના ખિતાબી મુકાબલો રમાશે. સત્તાવાર
કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતીય ટીમ ક્યારે જાહેર થશે
તેવા સવાલ પર શુક્લાએ જણાવ્યું કે અમે આ માટે આઇસીસી પાસે થોડો સમય માગ્યો છે. લગભગ
એકાદ સપ્તાહમાં ટીમ જાહેર થઈ શકે છે.