• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ચાઇના ઓપનમાં માલવિકાનો અપસેટ : ઓલિમ્પિકની કાંસ્ય વિજેતા ખેલાડીને હાર આપી

ચાંગઝોઉ (ચીન), તા. 18 : ચાઇના ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં ભારતની યુવા શટલર માલવિકા બંસોડે અપસેટ કર્યો છે. માલવિકાએ પેરિસ ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા ખેલાડી ઇન્ડોનેશિયાની ગ્રેગ્રોરિયા ટુનજુંગને રસાકસી પછી 26-24 અને 21-19થી હાર આપી હતી. માલવિકા તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ જીત મેળવી ચાઇના ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી છે. ગ્રેગ્રોરિયાનો વિશ્વ ક્રમાંક 7 છે, જેની સામે ભારતની 23 વર્ષીય માલવિકાએ યાદગાર જીત મેળવી છે. બીજી તરફ મહિલા ડબલ્સના પહેલા રાઉન્ડમાં ભારતની ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ચીની જોડી સામે 21-16, 1પ-21 અને 17-21થી હારીને બહાર થઇ છે. મિકસ્ડ ડબલ્સમાં પણ ભારતની જોડી સુમિત રેડ્ડી-સિક્કી રેડ્ડીની પહેલા રાઉન્ડની મેચમાં મલેશિયાની જોડી સામે હાર થઇ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang