• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં પાટીદાર કન્યા વિદ્યાલયની છાત્રાઓનો સુંદર દેખાવ

ભુજ, તા. 17 : ધી મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની શાળાકીય કુસ્તી (બહેનો) સ્પર્ધાનું આયોજન કરાયું હતું,  જેમાં પાટીદાર કન્યા વિદ્યાલય- ભુજની વિદ્યાર્થિનીઓ અંડર-19 સ્પર્ધામાં ઝળકી હતી. નાકરાણી માનસી નીલેશભાઈ - (56 કિ.ગ્રા.) પ્રથમ, પોકાર આસ્થા હસમુખભાઈ  (50 કિ.ગ્રા.) દ્વિતીય, માકાણી આયુષી અશ્વિનભાઈ -  (57 કિ.ગ્રા.)  દ્વિતીય અને લાખાણી  ધાર્વિ જગદીશભાઈએ -  (52 કિ.ગ્રા.)  તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ માટેનું માર્ગદર્શન શાળાના વ્યાયામ શિક્ષિકા વૃત્તિબેન એસ. માંકડે આપ્યું હતું. તેમની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્યા નયનાબેન ચૌહાણ, કન્વીનર ડો. કે વી. પાટીદાર, સહકન્વીનર અમૃતભાઈ પટેલ, શિક્ષણ સમિતિના સભ્યો તથા શાળા પરિવારે  અભિનંદન પાઠવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang