ગાંધીધામ, તા.
16 : આદિપુર મૈત્રી વિદ્યાલયમાં અન્ડર?17 સુબ્રોતો ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ગાંધીધામની આત્મીય વિદ્યાપીઠ શાળા સતત બીજી વખત
ચેમ્પિયન બની હતી. આ પ્રતિયોગિતામાં આત્મીય
વિદ્યાપીઠના વિદ્યાર્થી વિસ્મય સુનીલ, કાવ્ય શ્રીમાલી, અંશ ગુરદાસાની, અભિરાજ દેવનાની,
રુદ્ર જોષી, આયુષ ચૌહાણ, આયુષ દાસારી, મંથન થાપા, યુગ પટેલ, ધ્યાન મોદી, હિત પટેલ,
મન ખારવા, ધૈર્ય સેવક, માનવ મુરજાનીએ ટીમમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ટીમના
કોચ યશ દવે અને ટીમ મેનેજર જિતેન્દ્ર?નિનામા
અને સૌરવ રાણાએ ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત કાછડિયા,
માયા ચાવડા, અંગીરા કાછડિયા, ડો.પૂર્વી ચાવડા, શ્રીવિદ્યા બાયજુ સહિતનાએ ખેલાડીઓને
બિરદાવ્યા હતા.