• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કંડલા શાપિંગ ફ્રેટરનિટી દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરાયું

ગાંધીધામ, તા. 16 :  ગાંધીધામ ખાતે કંડલા શાપિંગ બંધુત્વ ગ્રુપ દ્વારા બોક્સ ચેમ્પિયનશિપ 2024, સિઝન એકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામ સંકુલની 17 જેટલી અગ્રણી શાપિંગ કંપનીઓએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ મેચના મુખ્ય અતિથિ તરીકે ગાંધીધામ સ્થિત ઇન્કમટેક્સ વિભાગના  આસિસ્ટન્ટ કમિશનર વિનસેટ કોલ્હાકો, અતિથિવિશેષ માનવતા ગ્રુપના પ્રમુખ ગાવિંદ દનીચા તેમજ કચ્છ જિલ્લા રૂરલ ક્રિકેટ એસોસીએશનના સચિવ શરદ શેટ્ટીએ ક્રિકેટ મેચમાં ભાગ લેનાર અને વિજેતા ટીમને અભિનંદન  પાઠવ્યા હતા. સાથે સાથે ક્રિકેટ મેચની જેમ જ બંધુત્વની ભાવના સતત જળવાઈ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ત્રિ-દિવસીય ચાલેલી આ ક્રિકેટ મેચે લોકોમાં અનોખું આકર્ષણ જગાવ્યું હતું. અંતિમ દિવસે રસાકસી બાદ સ્કોર્પિયો શાપિંગ એજન્સીને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી, જેના કપ્તાન માઈકલ જેશુ અને તેની ટીમને ટ્રોફી અને રોકડ રકમથી નવાજવામાં આવ્યા હતા. પ્રથમ રનર તરીકે જીત ખિયાના રહ્યા હતા, જ્યારે દ્વિતીય રનર ક્રોસ ટ્રેડ શાપિંગ રહ્યા હતા. વિશાલ ચિકાલા, વિનો વર્ગીસ તેમજ ડેની મુરલી કમેન્ટેટર તરીકે જ્યારે અમ્પાયર તરીકે ઋત્વિક, દીપક અને દેવભાઈએ સેવાઓ આપી હતી. આયોજનમાં ક્રોસ ટ્રેડ શાપિંગના પીટર તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang